જામનગર મોર્નિંગ - ખંભાળિયા 

ખંભાળિયામાં એક શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ ખંભાળિયામાં જોધપુર ગેઈટ એસ.એન.ડી.ટી. હાઈસ્કુલની બાજુમાંથી ફિરોઝાબાદનો હાલ જામનગરના દરેડ ખાતે રહેતો રીસી મહેશકુમાર યાદવ નામના શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ખંભાળિયા પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ ડી.એમ. ઝાલા, હેમંતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ  જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણાએ કરી હતી.