જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં આવેલ હર્ષદમીલ ચાલી પાસેથી વિવિધ પ્રકારના કેફી પીણાંની 694 નંગ બોટલ કબ્જે કરી એસઓજીએ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં સાધના કોલોની રોડ, હર્ષદમીલની ચાલી પાસે વિશાલ બ્રેકર્સ વાળી ગલીમાં, પાર્થ મિનરલ વોટર સામે આવેલ કબીર સેલ્સ એન્ડ એજન્સીના ગોડાઉનમાં નશાકારક વિવિધ પ્રકારનું કેફી પીણું હોય તેવી બાતમી જામનગર એસઓજીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સોયબભાઈ મકવા, દિનેશભાઈ સાગઠીયા અને ચંન્દ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે અલગ અલગ કંપનીની 694 નંગ બોટલ કિમંત રૂ. 1,03,405ના મુદામાલ કબ્જે કરી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી તપાસ શરૂ કરી છે.