જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.27 : ગુજરાતમાં બમ્પર બહુમતી સાથેની બનેલી નવી ભાજપની સરકાર હવે પ્રજાના કોઈ કામમાં કસર છોડવા માંગતી નથી. દરેક કામ નિયમો મુજબ અને સમયસર થઇ શકે તે સરકારનો હેતુ અને દ્રષ્ટિકોણ રહેશે ત્યારે દરેક જીલ્લામાં સંકલન અને સમયસર કામો થાય તે જોવાઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત સરકારના કેબિનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓને અલગ અલગ જીલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિમણુંક આપીને તે જીલ્લા પર સતત નજર અને સંકલન સાધવા માટે જણાવાયું છે.

જેમાં કનુભાઈ દેસાઈને સુરત અને નવસારી, ઋષિકેશ પટેલને અમદાવાદ, ખેડા અને આણંદ, રાઘવજીભાઈ પટેલને રાજકોટ અને જૂનાગઢ, બળવંતસિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠા, કુંવરજીભાઇ બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, મુળુભાઈ બેરા ને જામનગર અને સુરેન્દ્રનગર, ડૉ. કુબેર ડીંડોરને દાહોલ અને પંચમહાલ, શ્રીમતિ ભાનુબેન બાબરીયાને ભાવનગર અને બોટાદ, હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર, જગદીશ પંચાલને મહેસાણા અને પાટણ, પરષોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથ, બચુભાઈ ખાબડને મહીસાગર-લુણાવાડા અને અરવલ્લી-મોડાસા, મુકેશભાઈ પટેલને વલસાડ અને તાપી, પ્રફુલભાઇ પાનસેરીયાને મોરબી અને કચ્છ, ભીખુસિંહ પરમાર ને છોટાઉદેપુર અને નર્મદા - રાજપીપળા, કુંવરજીભાઈ હળપતિ ને ભરૂચ અને ડાંગ- આહવા ના જીલ્લા પ્રભારી તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણુંક કરાઈ છે.