ઓખાના દરિયામાંથી 300 કરોડનાં ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ
જામનગર મોર્નિંગ - જામનગર (પ્રતિનિધિ ભરત ભોગાયાતા દ્વારા)
પાડોશી દેશ પાક ની વધુ એક નાપાક હરકત સમાન કહેવાય તે જામનગર પાસેના અને જામનગરમાંથી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મોટા બંદરે મોતનો સામાન ઘુસાડવાની મેલી મુરાદ હતી તે ઝડપાઇ છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એ ગુજરાત એટીએસના ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે અરબી સમુદ્રમાં મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંગે માહિતી આપતા ભારતીય કોસ્ટ ગાર્ડ એ જણાવ્યું હતું કે એટીએસ ગુજરાત દ્વારા આપવામાં આવેલી બાતમીના આધારે અરબી સમુદ્રમાં ભારતીય દરિયાઈ ક્ષેત્રમાં એક પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી છે. આ બોટમાં 10 ક્રૂ મેમ્બરોની અટકાયત કરવામાં આવી છે.
આ સાથે, આઈસીજીએ બોટમાંથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને 40 કિલો ડ્રગ્સ રિકવર કર્યું છે.
ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 25-26 ડિસેમ્બરની વચ્ચેની રાત્રિ દરમિયાન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે તેના જહાજ આઈસીજીએસ અરિંજયને પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક તૈનાત કર્યું હતું.
ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની ફિશિંગ બોટ 'અલ સોહેલી'ને અટકાવીને પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. બોટની તપાસ દરમિયાન તેમાંથી મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને લગભગ 40 કિલો માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ઝડપાયેલી દવાની કિંમત અંદાજે 300 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
હથિયારો અને ડ્રગ્સની રિકવરી સાથે બોટના ક્રૂને પણ કબજે લેવામાં આવ્યા હતા, ત્યારબાદ ક્રૂ અને બોટને વધુ તપાસ માટે ઓખા લાવવામાં આવી રહી છે.
એવું માનવામાં આવે છે કે, ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે ડ્રગ્સ અને હથિયાર એકસાથે પકડાયાં હોય. હાલમાં બોટ અને ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહ્યાં છે.
18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન છે
0 Comments
Post a Comment