ભાજપ ગુજરાત પ્રદેશના આમંત્રિત સભ્ય દિલીપભાઈ ગઢવીના જન્મ દિવસે શુભકામનાઓ 

       મળવા જેવા અને મીઠા બોલા માણસ એટલે કે દિલીપભાઈ ગઢવીનો આજે જન્મ દિવસ છે. દિલીપભાઈ ગઢવી એક યુવા સામાજિક કાર્યકર અને દયાળુ સ્વભાવના વ્યક્તિ છે તેઓ સ્વામી વિવેકાનંદ બોર્ડ ઝોન પ્રભારી છે એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા આમંત્રિત સભ્ય છે સામાજિક એક્ટિવિટીની વાત કરીએ તો વ્રજ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ છે જેઓ હમેશા સામાજિક પ્રવૃતિઓ કરવા અગ્રેસર રહે છે તાજેતરમાં ગૌવંશમાં લંપી વાયરસ ફેલાયો હતો ત્યારે વ્રજ ફાઉન્ડેશનના બેનર હેઠળ તન મન અને ધનથી ખંભાળિયાનો લંપી મુક્ત કરવા ઝુંબેશ હાથ ધરી હતી અને દિલીપભાઈએ લગભગ ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારમાં લગભગ 4991 ગૌવંશને વેકસીન તેમજ મેડિસિન પહોંચાડવા સફળ રહ્યા હતા

  દિલીપભાઈ ગઢવી તેમજ તેમનો પરિવાર ખેડૂત પરિવાર હોવાથી તેઓ જમીન સાથે જોડાયેલા રહે છે અને પ્રકૃતિ પ્રેમ પણ અદભુત છે તેથી જ ગામડાઓ સ્કૂલો મંદિરો સ્મશાન વગેરે જેવી અલગ અલગ જગ્યાએ હરિયાળી ક્રાંતિના ઉદ્દેશ્ય સાથે 1100 જેટલા વૃક્ષો વાવી તેમના ઉછેરની જવાબદારી વ્રજફાઉન્ડેશનના પ્રમુખ તરીકે પોતાના સિરે લીધી હતી .



સેવા ભાવિ સ્વભાવ હોવાના કારણે જો અગત્યની સેવાની વાત કરીએ તો જરૂરિયાતમંદોને આઈ.સિ.યુ. ઓન વિલ એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા તેમજ તબીબી સારવાર આપવા પણ હમેશા અગ્રેસર રહે છે. દિલીપભાઈ એક યુવા અને એજ્યુકેટેડ હોવાથી તેમને શિક્ષણ પ્રત્યેનો પણ ખૂબ લગાવ છે માં સોનલનું એક સપનું કે જેમાં સૌ ભણે અને સૌ આગળ વધે એવો ભાવ રહેલો છે અને આઈ માં ના એ સપનાને હકીકતમાં બદલવા જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ કે જે પોતાની સ્કૂલ ફી ભરવા સક્ષમ નથી તેઓની સ્કૂલ ફી તેમજ સ્પોકન ઈંગ્લીશ જેવા ક્લાસિસોમાં જવા મદદ રૂપ બને છે. બહારથી આવેલા બહારી રાજ્યના ગરીબ અને મજૂર વર્ગને ભોજન પૂરું પાડવા તેઓ હંમેશા કટિબદ્ધ રહે છે અને વખતો વખત થેલેસેમિયાના દર્દીઓને બ્લડની જરૂર પળતી હોવાથી અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડ પૂરું પાડવા હંમેશા સક્રિય રહે છે.

સેવાકીય પ્રવૃતિઓમાં દિલીપભાઈની જેટલી વાત કરીએ તેટલી ઓછી છે કેમકે દિલીપભાઈ નામ એક છે પરંતુ કામ અનેક છે કોમળ હદય અને દયાળુ સ્વભાવજ એમની ઓળખાણ છે. 

      તેઓ રાજકીય તેમજ સામાજિક વ્યક્તિ હોવાથી બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે ત્યારે તેમના જન્મ દિવસ પર રૂબરૂ તેમજ ટેલિફોનિક અને સોસીયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

• શુભેચ્છક એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ ખંભાળીયા દેશુર ધમા