ઇએમટી તથા પાયલોટની સમયસૂચકતાથી બાળકને સંજીવની મળી
જામનગર મોર્નિંગ - ભાવનગર
ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી શ્રી દિનેશભાઈ દિહોરા અને પાયલોટશ્રી પ્રકાશભાઈ ગોહિલ તાત્કાલિક અવાણીયા ગામે પહોંચ્યાં હતાં.
અવાણીયા ગામે સ્થળ પર તપાસ કરતા ઘર પર જ મહિલા ને પ્રસુતિની પીડા થવા લાગી હતી તેમજ બાળક અવળું થઈ ગયું હોય અને બાળકના ગળા ફરતે નાભી નાળ વીંટળાઈ ગઈ હતી આવી પરિસ્થિતિમાં ઈએમટીશ્રી દિનેશભાઈ દેહોરા તેમજ પાયલોટશ્રી પ્રકાશભાઈ ગોહિલે સમય સૂચકતા પ્રમાણે ૧૦૮ ઈમરજન્સી ફિઝિશિયનનો સંપર્ક કરી તેની સલાહ મુજબ બાળકની જોખમી પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી.
જેમાં બાળકના ગળા ફરતે વિટળાયેલી નાભી નાળને ડોકટર ની સલાહ મુજબ ત્યા જ કટ કરી અને બાળકની જોખમી પ્રસૂતિ કરી હતી પરંતુ બાળકના શ્વાસો સ્વાસ અને ધબકારા ચાલતા ન હોવાથી ફિજિયન ની સલાહ મુજબ બાળકને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ છાતી ઉપર દબાણની સાથે કૃત્રિમ શ્વાસ આપતા બાળકના ધબકારા ચાલુ થઈ ગયા હતા.
આ રીતે સારવાર આપવાની સાથે જ બાળકમાં જાણે ચમત્કાર થયો હોય તેમ બાળક રડવા લાગ્યું હતું બાળકને રડતો જોઈ બાળકના પરિવારજનોમાં જીવમાં જીવ આવ્યો હતો, અને પરિવારજનો જણાવ્યું હતું કે ૧૦૮ જ અમારી ભગવાન છે. બાળકને આગળની સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આમ, ભાવનગરના અવાણીયા ગામે ઇએમટી શ્રી દિનેશભાઈ દિહોરા, પાયલોટ શ્રી પ્રકાશભાઈ ગોહિલ, ઇએમઇ શ્રી પ્રભાત મોરી તથા પ્રોગ્રામ મેનેજરશ્રી ફાયાજ ખાન પઠાણ ની સમય સૂચકતાથી નવજાતનો જીવ બચાવીને ૧૦૮ ની સેવા વધુ એક વાર અવાણીયા ગામના પરિવાર માટે સંજીવની સાબિત થઇ છે.
0 Comments
Post a Comment