હિન્દુ સેનાએ સેન્સર બોર્ડ અને વડાપ્રધાન મોદી સાહેબને લખ્યો પત્ર
જામનગર મોર્નિંગ - જામનગર
બોલીવુડમાં સનાતન ધર્મને નીચો બતાવો અને જાણી જોઈ તેમનું અપમાન કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જેથી દુનિયામાં હિન્દુ તેમજ ભગવા રંગને બદનામ કરી શકે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા દ્વારા સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસુન્ન જોશીને પત્ર લખી પઠાન ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી છે.
તેવી જ રીતે ગુજરાતના હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી બોલીવુડ પર ગંભીરતાથી વિચારવા જણાવ્યું છે અને કહ્યું છે કે પઠાન ફિલ્મમાં દીપિકા પાદુકોણ ભગવા કલરની બિકીની પહેરી સાધુ-સંતો અને રાષ્ટ્રીય ભગવા રંગને બદનામ કરવા પ્રયાસ કર્યો છે. જેથી હિન્દુ સમાજમાં તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાણી છે એટલું જ નહીં શાહરુખ ખાન સતત સનાતન ધર્મને મજાક ઉડાડતો રહે છે. આ એક સોચી સમજી રણનીતિ છે કે જે રીતે ફિલ્મમાં ઓછા કપડા, નંગા ડાન્સમાં ભગવા કપડાથી અર્ધ શરીરે લગાવી સમાજમાં શું પીરસવા માંગે છે? આ બોલીવુડ ભગવા રંગને બેશરમ રંગથી ઓળખાવા માંગે છે,જેથી હિન્દુ સમાજમાં તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જરૂર પડ્યે હિન્દુ સમાજ રસ્તા પર આવશે. પઠાણ ફિલ્મને લઈ રાષ્ટ્રીય અધ્યક્ષએ જે સેન્સર બોર્ડને લેખિતમાં આપેલ તેમના પર પણ અમલવારી કરી પઠાણ ફિલ્મનું સર્ટિફિકેટ રદ કરે, આવા ભગવાના અપમાનજનક સીનોને બોલીવુડ નહી હટાવે ત્યાં સુધી આવી ફિલ્મો પર રોક લગાવાની માંગ હિન્દુ સેનાએ કરી છે.
0 Comments
Post a Comment