જામનગર મોર્નિંગ - દ્વારકા
ખંભાળિયાના આજુબાજુ વિસ્તારમાં થયેલ ઈલેક્ટ્રીક મોટરની ચોરીનો ભેદ ખંભાળિયા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી ત્રણ શખ્સોને મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ ખંભાળિયાના નવી વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલભાઈ નકુમની ઘી નદી પાસેના બારપુલ નજીકની નદીમાં રાખવામાં આવેલ કેબલ સાથેની પાણીની મોટર કોઈ શખ્સો ચોરી ગયા હોય તેમજ ઘી ડેમ પાસે એક મંદિરની બાજુમાં બેઠા પુલ પાસે નદીમાંથી કેબલ સાથે ઈલેક્ટ્રીક મોટર નદીમાંથી ચોરી થઈ હોય અને હર્ષદપુર વિસ્તારમાં રહેતા અશોકભાઈની ઈલેક્ટ્રીક મોટર ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી.
જેથી ખંભાળિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એમ. ઝાલા સ્ટાફના યોગરાજસિંહ ઝાલા, ખીમાભાઈ કરમુર અને કાનાભાઈ લુણાને બાતમી મળતા સંજય હમીર કારતીયા, રમેશ રામસંગ મકવાણા અને કિશન રમેશ હરીયાણી (રહે. તમામ શક્તિનગર પાણાખાણ) નામના ત્રણ શખ્સને ચોરીમાં ગયેલ ચાર નંગ ઈલેક્ટ્રીક મોટર સહિત 8 નંગ મોટર કિમંત રૂ. 57,000 તેમજ કેબલ વાયર રૂ. 5500 અને ચોરીના માલ હેરાફેરીમાં લીધેલ મોટરસાયકલ કિમંત રૂ. 10,000 કુલ મળી રૂ. 72,550નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે ત્રણેય આરોપી દિવસમાં નદી, તળાવ જેવા સિંચાઈ માટેની જગ્યાઓ પર ખેડૂતોએ રાખેલ સબ મશીબલ મોટર જોઈ આવી રાત્રીના સમયે મોટરના પાઈપ કાપી ચોરી આચરતા હોવાની કબૂલાત આપી હતી.
આ કાર્યવાહી પીઆઈ ડી.એમ. ઝાલા, પીએસઆઈ વી.એમ. શિંગરખીયા તથા સ્ટાફના હેમંતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણાએ કરી હતી.
0 Comments
Post a Comment