જામનગર મોર્નિંગ
આર્જેન્ટિનાને FIFA WC 2022 ટ્રોફી મળી મેસ્સીની કપ્તાનીમાં ટીમ 37 વર્ષ બાદ વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી હતી. આર્જેન્ટિનામાં હજુ પણ ફિફા ફીવર ચાલુ છે લોકો એટલા ખુશ છે કે તેઓ એક મોટો તહેવાર ઉજવી રહ્યા છે.
હવે આ ખુશીના માહોલમાં આર્જેન્ટિના સરકાર એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે સમાચાર છે કે આર્જેન્ટિના તેની નોટ્સમાં લિયોનેલ મેસ્સી અને ફૂટબોલ ટીમના કોચની તસવીર છાપવા જઈ રહી છે.
અલ ફાઇનાન્સીરોના અહેવાલ મુજબ અગાઉ રેગ્યુલેટર બેંક ઓફ આર્જેન્ટિનાએ નોટોમાં મેસ્સી અને કોચના ફોટા છાપવાને લઈને મજાક કરી હતી. પરંતુ બાદમાં ત્યાંની સરકારે તેને સારું પગલું ગણાવ્યું.
આર્જેન્ટિનાની રેગ્યુલેટર બેંકે દેશની ઐતિહાસિક વર્લ્ડ કપ જીતને ચિહ્નિત કરવા માટે એક બેઠક યોજી હોવાનું કહેવાય છે. બની શકે છે કે આર્જેન્ટિના સરકાર તેની રાષ્ટ્રીય ચલણી નોટોમાં મેસ્સી અને ટીમના કોચની તસવીર છાપવાનું શરૂ કરી દેશે અથવા કોઈ વિશેષ શ્રેણી બહાર પાડશે.
રિપોર્ટ અનુસાર 1000 પેસોની નોટ પર મેસ્સીની તસવીર છાપવાની યોજના છે. અધિકારીઓ ઈચ્છે છે કે નંબર 10 થી શરૂ થાય કારણ કે મેસ્સીનો જર્સી નંબર પણ 10 છે નોટની પાછળની બાજુએ કોચને શ્રદ્ધાંજલિ રૂપે લા સ્કેલેનેટાનું ચિત્ર હશે.
0 Comments
Post a Comment