જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

ખાટસુરા ગામનાં ચાર ચોકમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ ભાવનગરના  ખાટસુરા ગામનાં ચાર ચોકમાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ સોમા બારૈયા, જનક દુલા સોલંકી અને પ્રકાશ ઉર્ફે પંકજ ખીમજી મકવાણા નામના ત્રણ શખ્સને રૂ. 15,080ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.બી. જાદવ, પીએસઆઈ કે.એમ. પટેલ, બી.એચ. શીંગરખીયા, પી.બી. જેબલીયા તથા સ્ટાફના પી. આર. સરવૈયા, વિરમદેવસિંહ રાણા, વિજયભાઈ રાઠોડ અને અલ્તાફભાઈ ગાહાએ કરી હતી.