ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી પદે મનોજભાઈ ઝવેરી 


જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં વકીલ મંડળની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી અને સહ ખજાનચી સહિતના સાત પદ માટે તા. 16 ડિસેમ્બરના રોજ સવારથી સાંજ સુધી મતદાન કરવામાં આવ્યું હતું બાદ સાંજે મતગણતરી કરવામાં આવી હતી.

સાત હોદા માટે 16 ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો, 881 મતદારોએ પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો. બાદ પરિણામ બાદ પ્રમુખ પદે ફરીથી ભરતભાઈ સુવા 604 મત મેળવી પ્રમુખ પદે ચુંટાઈ આવ્યા હતા, 403 મત મેળવી ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા ચૂંટાયા હતા, 544 મત મેળવી મનોજભાઈ ઝવેરી સેક્રેટરી પદે ચૂંટાયા હતા, 289 મત મેળવી જોઈન્ટ સેક્રેટરી પદે વનરાજસિંહ ચુડાસમા ચુંટાઈ આવ્યા હતા,330 મત મેળવી લાયબ્રેરી સેક્રેટરી પદે બ્રિજેશ ત્રિવેદી ચુંટાઈ આવ્યા હતા અને 254 મત મેળવી ખજાનચી પડે રુચિર રાવલ ચૂંટાયા હતા.

પ્રમુખ પદ માટે ભરતભાઈ સુવા અને વિક્રમસિંહ જેઠવા વચ્ચે જંગ હતો, ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ જાડેજા અને અશોકભાઈ જોશી વચ્ચે જંગ હતો અને સેક્રેટરી પદ માટે મનોજભાઈ ઝવેરી અને જીતેન્દ્રભાઈ ગોસાઈ વચ્ચે જંગ જામ્યો હતો.