દિલ્હી મુખ્ય ચૂંટણી કમિશનરને અરજી: જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં 79 ઉત્તર વિધાનસભાના ઉમેદવાર વિશાલ ત્યાગીને રવિવારે સાંજે રાજસ્થાન પરિવાર સાથે દર્શનાર્થે ગયા હોય અને ત્યાંથી પરત ફરતા હોય ત્યારે રાજસ્થાન પોલીસ અને ગુજરાત એટીએસએ તેમની અટકાયત કરી હતી ત્યારબાદ પાલનપુર પાસે જામનગર પોલીસને સોંપ્યા હતા, બાદમાં સીટી એ માં તેમના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ થઈ હોય બાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે વગર જામીને છૂટકારો આપ્યો હતો બાદ વિશાલ ત્યાગીએ દિલ્હી મુખ્ય ચૂંટણી કમિશનરને અરજી કરી પોતાની અટકાયતને ગેરકાયદે ગણાવી ગુજરાત એટીએસ, રાજસ્થાન પોલીસ અને જામનગર એસઓજીના જવાબદાર સુરક્ષાકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.