જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા શખ્સને ભોગ બનનાર સાથે ટંકારા તાલુકાના લજાઈ ગામમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ સીટી સી ડીવીઝનમાં દાખલ થયેલ અપહરણના ગુનામાં દશ મહિનાથી નાસતો ફરતો સાગર ભીખુભાઈ વાઘેલા (રહે. લૈયારા) નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોય અને અત્યારે ભોગ બનનાર સાથે મોરબી શહેરમાં અવર જવર કરતો હોય તેવી બાતમી મળતા મહેન્દ્રસિંહ જાડેજા અને ખીમશીભાઈ ડાંગર તપાસ માટે મોરબી ગયા હોય અને સીસીટીવી ફૂટેજ ચેક કરી ટંકારા તરફથી મોરબી શહેરમાં અવર જવર કરતો હોય માલુમ પડતાં ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં અંબારામભાઈ હરખાભાઈ મારવણીયાની વાડીમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, મહેન્દ્રસિંહ જાડેજા અને ખીમશીભાઈ ડાંગરે કરી હતી.