જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 


પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસોને ધ્યાને લઇ રાજ્ય સરકારની સાથે સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ તમામ કામગીરીઓની સમીક્ષાના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચંદ્રમાની પ્રસાદ ની સૂચના થી આજરોજ કોવીડ – ૧૯ ની તૈયારીના ભાગરૂપે જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા  તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ માટે મોક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ. 


ભાવનગરના ઘોઘા ખાતે ઓક્સિજન, સ્ટાફ, બેડની વ્યવસ્થાઓ, દવાઓ વગેરેને ધ્યાને રાખી તમામ કામગીરીઓનું ઝીણવટભર્યુ નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ.

ભાવનગર ઘોઘા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મા મેડિકલ ઓફિસર, સુપર વાઈઝર તેમજ તાલુકા હેલ્થ સુપર  વાઇઝર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.