જામનગર મોર્નિંગ - જામનગર 


દ્વારકા જિલ્લામાં ભરાણા બંદર પાસેથી એસઓજીએ બે શખ્સોને આધાર પુરાવા કે બિલ વગરના વિદેશી સિગારેટના રૂ. 2 લાખ ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લામાં પોલીસવડા નીતેશ પાંડેયની સૂચનાથી જિલ્લામાં દાણચોરી લગતી પ્રવૃતિઓ અટકાવવા અંગે એસઓજી પીઆઈ પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મંહમદભાઈ બ્લોચ, ઈરફાનભાઈ ખીરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને બાતમી મળતા દાઉદ અબ્બાસ માણેક અને નજીર કાસમ ભાયા નામના શખ્સોએ ભરાણા બંદર, ઘેડીયા પીરની દરગાહ પાસે આધાર પુરાવા કે બીલ વગર વિદેશી સિગારેટ વેંચાણ અર્થે રાખેલ હોય ત્યારે બંને શખ્સોને 550 નંગ પાકીટ કિમંત રૂ. 2,07,990ના મુદામાલ સાથે ઝડપી લઈ વાડીનાર કસ્ટમ વિભાગને સોંપી આપ્યા હતા.