15 શખ્સને 4.24 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ એલસીબીએ કાર્યવાહી કરી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં આવેલ લાલપુર બાયપાસ પાસે જ્યોતિપાર્કમાં મકાનોમાં ઘોડીપાસાનો જુગાર રમાડનાર શખ્સ સહિત 15 શખ્સને જામનગર એલસીબીએ રૂ. 4.24 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર જિલ્લામાં દારૂ - જુગારના કેસો શોધવા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ઈન્ચાર્જ ડીવાયએસપી ડી.પી વાઘેલાની સૂચનાથી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય ત્યારે સ્ટાફના ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા અને હરદીપભાઈ ધાધલને બાતમી મળી હતી કે જામનગરમાં આવેલ લાલપુર બાયપાસ પાસે આવેલ જ્યોતિ પાર્કમાં પોતાના કબ્જાના ભાડાના રહેણાંક મકાનમાં સતીષ ઉર્ફે સત્યો હરીશ મંગે નામનો શખ્સ બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે ઘોડીપાસાનો જુગાર રમાડતો હોય ત્યારે દરોડો કરી રોકડ રકમ રૂ. 2,27,850 તથા કાર કિમંત રૂ. 1,50,000 12 નંગ મોબાઈલ ફોન કિમંત રૂ. 46,500 કુલ મળી રૂ. 4,24,350નો મુદામાલ કબ્જે કરી રમાડનાર સહિત 15 શખ્સને ઝડપી લઈ જુગારધારા કાયદેસર કાર્યવાહી કરી હતી.

સતીષ ઉર્ફે સત્યો હરીશ મંગે (રહે. નંદનવન સોસાયટી), રાજેશ દયાળજી ખાનીયા (રહે. દિ. પ્લોટ 49, હનુમાન ટેકરી), અજય ભરત કનખરા (રહે. હવાઈ ચોક, ભાનુશાળી વાડ), મનસુખ ઉર્ફે મુકેશ રામ સોલંકી (રહે. રાંદલનગર), પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્ર કતીયારા (રહે. દિ. પ્લોટ 61), સંજય લીલારામ અંબોવાણી (રહે. રામેશ્વરનગર), સચીન ઉર્ફે શ્યામ અનિલ કારરાણી (રહે. ગાંધીનગર), દિપક વલ્લભ કનખરા (રહે. દિ. પ્લોટ 49), યુનુસ ઈબ્રાહીમ ખીરા (રહે. શંકરટેકરી પાસે), રાજેશ આસનદાસ કટારમલ (રહે. દિ. પ્લોટ 59), સુમીત હરીશ ગંઢા (રહે. હવાઈ ચોક), સામીયાભા વરજાંગભા સુમણીયા (રહે. પટેલ પાર્ક), ભરત શામજી માવ અને રવિ જગદીશ મંગે (રહે. બંને દિ. 58) તથા પ્રવીણ હરસુખ ખરા (રહે. ખીમલીયા) નામના 15 શખ્સ પર કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા અને ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી.