જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 


પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે  શેત્રુજી સિંચાઇ યોજના માંથી ખેડૂતોના પિયત માટે 70 ક્યુસેક જમણા અને ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું.

પાલીતાણા ખાતે આવેલ ભાવનગર જિલ્લાની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હતું જેમાં  જમણા કાંઠા અને ડાબા કાંઠા કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું  

આ તકે ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા તેમજ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.