જામનગર મોર્નિંગ - જામનગર (પ્રતિનિધિ, ભરત રાઠોડ દ્વારા) 

કાલાવડ પોલીસ મથકના બે વાહન ચોરીના ગુનામાં આઠ મહિનાથી ફરાર શખ્સને કાલાવડ બસ સ્ટેન્ડ પાસેથી કાલાવડ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ કાલાવડ પોલીસ સ્ટેશનના બે વાહન ચોરીના ગુનામાં આઠ મહિનાથી નાસતો ફરતો લલીત ઉર્ફે લક્કી હેમંત ધામેચા નામનો શખ્સ કાલાવડ બસ સ્ટેન્ડમાં ઊભો હોય તેવી બાતમી જીતેનભાઈ પાગડાર અને સંજયભાઈ બાલીયાએ બાતમીના આધારે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આરોપીએ ગુનાની કબુલાત કરી હોય અને રાજકોટમાં પણ પાંચ ચોરીઓ આચરી હોવાની કબુલાત આપી હતી.

આ કાર્યવાહી પીઆઈ એચ.બી. વડાવીયાના માર્ગદર્શન હેઠળ જીતેનભાઈ પાગડાર, સંજયભાઈ બાલીયા, સુરપાલસિંહ જાડેજા અને વાસુદેવસિંહ જાડેજાએ કરી હતી.