પાર્લામેન્ટ હાઉસમાં નરેન્દ્રભાઈ મોદી મંત્રીઓ સભ્યો સૌ માસ્ક પહેરે છે: એક મહત્વનો સંદેશો

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


સમગ્ર વિશ્વ ઉપર કાળમુખા કોરોનાએ કહેર વરસાવ્યો હતો અને માંડ માંડ રાહત થઇ ત્યાં કોને ખબર હજી કઇ કસર રહી ગઇ હશે તેમ ફરી કોરોનાની ભીતી સેવાઇ રહી છે અને આ વખતે કોરોનાની ઘાતકતા અને ગંભીરતાની તીવ્રતા ઓછી રહેશે તેવુ અનુમાન પણ છે. 

તેમ છતા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર માટે જ આવા નાજુક સંજોગોમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વિશેષ ગુણ એ છે કે તેઓ પરિવારના વડીલ ની જેમ સમગ્ર દેશના સૌ પરીવારોને સલાહ સુચન કરે છે તકેદારી રાખવા કહે છે વેક્સીન લેવા કહે છે " દવાઈ ભી કઢાઇ ભી " રાખવા કહે છે તો દો ગજ કી દુરીનુ પણ માર્ગદર્શન આપે છે. 

આ સ્થિતિમા પાર્લામેન્ટ હાઉસમાં ખુદ પ્રધાનમંત્રી મોદી તથા સૌ સાથી મંત્રીઓ સાંસદો સૌ માસ્ક પહેરી અંતર રાખી બેઠા છે તે મહત્વનો સંદેશો છે. 

આપણે સૌ સાક્ષી છીએ કે કોરોના મહામારીના કહેરમાથી આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર કેન્દ્ર સરકાર સમગ્ર ગુજરાત સરકારની અથાગ જહેમત થી આ કપરા કાળમાંથી બહાર આવ્યા છીએ જેની વિશ્વમાં નોંધ લેવાઈ છે ત્યારે સાવધાની રાખવા જે માર્ગદર્શન અપાયુ છે અને એડવાઇઝરી જાહેર થઇ છે તેનુ આપણે સૌ પાલન કરી સ્વસ્થ રહીએ તે જરૂરી છે માટે માસ્ક સેનીટાઈઝરના ઉપયોગ તેમજ ભીડમાં ન જવુ અંતર જાળવવુ રસીના ડોઝ બાકી હોય તે લેવા કોઇપણ બિમારીમાં તબીબી સલાહ લેવી સ્વચ્છતા જાળવવી વગેરે જરૂરી છે.