જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરની ડેન્ટલ કોલેજમાં મોડી રાત્રે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ બાદ હવે વિવાદ શાંત પડ્યો છે. પોલીસના ગેરવર્તણૂક સામે 300 જેટલા દંત ચિકિત્સકોએ વિરોધ કર્યો હતો. આ લડાઈમાં કોલેજના ડીને સ્પષ્ટતા કરી હતી કે વિદ્યાર્થીઓએ આ ઘટના અંગે ફરિયાદ આપી છે. પરંતુ હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ થઈ નથી. આ મામલે વિદ્યાર્થીઓની લેખિત ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ ડેન્ટલ કોલેજના 300 ઈન્ટર્ન ડોક્ટરો દેખાવો બાદ દર્દીઓની સેવા કરવા પરત ફર્યા છે.

આ સમગ્ર વિવાદ પર પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. રાત્રે જન્મદિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ ધાબા પર ચડીને અવાજ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોની ફરિયાદના આધારે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા મારપીટના આક્ષેપ અંગેની ફરિયાદ બાદ પોલીસે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.


જામનગરની ડેન્ટલ કોલેજમાં મોડી રાત્રે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. એક વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. દરમિયાન સિવિલ ડ્રેસમાં આવેલા બે-ત્રણ પોલીસ કર્મચારીઓએ આવીને વિદ્યાર્થીઓને ધમકીભર્યા શબ્દો સાથે માર માર્યો હતો. આરોપ છે કે પોલીસ ડેન્ટલ કોલેજની હોસ્ટેલ પરિસરમાં ઘૂસી ગઈ હતી અને દારૂના નશામાં વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો.

પોલીસ અહીંથી ન અટકી અને ઘણા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ, જેના કારણે મામલો વધુ બગડ્યો. જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકે મોડી રાત્રે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ મામલે વિદ્યાર્થીઓએ પોલીસ ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારપીટની ઘટના કોલેજ કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.