રાઈટ્સ ઈશ્યૂ શેરદીઠ રૂ. 18ની કિંમતે રહેશે જે 16 જાન્યુઆરીએ બંધ ભાવના 44 ટકા ડિસ્કાઉન્ટ પર મળશે, રાઈટ્સ ઈશ્યૂ 18 જાન્યુઆરીએ ખુલ્યો અને પહેલી ફેબ્રુઆરીએ બંધ થશે

  • ઈશ્યૂ થકી મેળવાયેલા ફંડનો ઉપયોગ કંપનીની વ્યાપારી પ્રવૃત્તિઓ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે થશે
  • સૂચિત રાઈટ્સ ઈશ્યૂનો રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ રેશિયો 6:1 રહેશે એટલે કે ઈક્વિટી શેરધારકો પાસે રહેલા રૂ. 10ના દરેક ઈક્વિટી શેર પર રૂ. 10ના 6 રાઈટ્સ ઈક્વિટી શેર
  • કંપનીએ રાઈટ્સ ઈશ્યૂમાં રાઈટ્સ એન્ટાઈટલમેન્ટ પ્રાપ્ત કરવા માટે લાયક ઠરવા માટે ઈક્વિટી શેરધારકોને નક્કી કરવાના હેતુ માટે 3 જાન્યુઆરી રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી હતી

જામનગર મોર્નિંગ - જામનગર 

અમદાવાદ સ્થિત વેક્સફેબ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (જે અગાઉ એલોરા ટ્રેડિંગ લિમિટેડ તરીકે જાણીતી હતી) 18 જાન્યુઆરી, 2023ના રોજ તેનો રૂ. 12.96 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ લઈને આવી રહી છે. વેક્સફેબ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ કૃષિ ઉત્પાદનોના ટ્રેડિંગના વેપારમાં સંકળાયેલી છે અને તાજેતરમાં જ ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ અને ક્લોથિંગના ટ્રેડિંગ સેગમેન્ટમાં તેની કામગીરી શરૂ કરી છે. ઈશ્યૂ થકી પ્રાપ્ત થનારી રકમનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને ભંડોળ પૂરું પાડવા માટેની કાર્યશીલ મૂડી જરૂરિયાતો સંતોષવા માટે કરવામાં આવશે. રાઈટ્સ ઈશ્યૂ શેરદીઠ રૂ. 18ની કિંમતે ઓફર કરવામાં આવશે જે બીએસઈ પર 16 જાન્યુઆરીના રોજ શેરદીઠ રૂ. 32ના બંધ ભાવના 44 ટકા ડિસ્કાઉન્ટ કિંમતે છે. પહેલી ફેબ્રુઆરી, 2023ના રોજ રાઈટ્સ ઈશ્યૂ બંધ થશે.

કંપની ઈક્વિટી શેરદીઠ રૂ. 18ના ભાવે (જેમાં ઈક્વિટી શેર દીઠ રૂ. 8નું પ્રિમિયમ સમાવિષ્ટ છે) કેશમાં રૂ. 10ના એકની ફેસવેલ્યુ ધરાવતા 72,00,000 ફુલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરશે. આ ઈશ્યૂનું મૂલ્ય રૂ. 12.96 કરોડ છે. આ શેર્સ 6:1 (3 જાન્યુઆરીની રેકોર્ડ ડેટ પર કંપનીના પાત્રતા ધરાવતા ઈક્વિટી શેરધારકો દ્વારા રખાયેલા ફુલ્લી પેઈડઅપ ઈક્વિટી શેર્સના દરેક એક ઈક્વિટી શેર સામે છ ઈક્વિટી શેર)ના રેશિયોમાં પાત્રતા ધરાવતા ઈક્વિટી શેરધારકોને રાઈટ્સ આધાર પર ફાળવવામાં આવશે. રાઈટ્સ એન્ટાઈટલમેન્ટના ઓન-માર્કેટ હક ત્યાગ કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી, 2023 છે.

આ અંગે ટિપ્પણી કરતાં વેક્સફેબ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેવી સિંહે જણાવ્યું હતું કે, "કંપનીએ તાજેતરના ભૂતકાળમાં પ્રોડક્ટ લાઇનને વિસ્તૃત કરવા, વધુ ચેનલ ભાગીદારો ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પહેલ કરી છે. અમારું લાંબા ગાળાનું ધ્યાન નવી પ્રોડક્ટ લૉન્ચ કરીને, ફૂટપ્રિન્ટ્સનું વિસ્તરણ કરીને વૃદ્ધિમાં રોકાણ કરવાનું છે. અમને વિશ્વાસ છે કે પ્રસ્તાવિત રાઇટ્સ ઇશ્યૂ પછી, અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચના એ રીતે અમલમાં મૂકી શકીશું કે જે તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય. ઇશ્યૂથી પ્રાપ્ત થનારી મૂડી કંપનીની બેલેન્સ શીટને મજબૂત કરશે અને તેની વ્યૂહાત્મક વૃદ્ધિ પહેલને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરશે."

1983માં સ્થપાયેલી વેક્સફેબ એન્ટરપ્રાઇઝ લિમિટેડ એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના ટ્રેડિંગના વ્યવસાયમાં છે અને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ અને ક્લોથિંગના ટ્રેડિંગમાં વેપારનેમાં ડાયવર્સિફાઈ કરવાની યોજના ધરાવે છે. તમામ વર્ટિકલ્સ એક જ કોર્પોરેટ એન્ટિટી હેઠળ રાખવામાં આવશે. આનાથી નવા સેગમેન્ટ્સમાં અમારા ડાયવર્સિફિકેશનમાં થઈ શકશે જેનાથી અમને વિવિધ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ગ્રાહકોને સેવા આપવામાં મદદ મળશે.

અમારો વ્યવસાય બે અલગ-અલગ બિઝનેસ વર્ટિકલ્સમાં વહેંચાયેલો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: a) કૃષિ; b) ટેક્સટાઇલ અને ક્લોથિંગ ટ્રેડિંગ વર્ટિકલ્સ.

વેક્સફેબ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડની સિક્યોરિટીઝ બીએસઈ પર લિસ્ટેડ છે. 31 માર્ચ, 2022ના રોજ કંપનીની કુલ એસેટ્સ રૂ. 3.15 કરોડની છે. રાઈટ્સ ઈશ્યૂ પછી કંપનીની હાલની પેઈડ-અપ ઈક્વિટી કેપિટલ રૂ. 1.20 કરોડથી વધીને રૂ. 8.40 કરોડ થશે.