• એલસીબીએ રૂ. 17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો: ત્રણ શખ્સની શોધખોળ: સીટી બી ડીવીઝન પોલીસે બાવળની ઝાડીમાં સંતાડેલ દારૂ ઝડપી પાડ્યો 


જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના લાવડીયામાં ખેતર તેમજ પડતર મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે ઉતારવામાં આવેલ હોય તેવી બાતમી જામનગર એલસીબીને મળતા બે દરોડામાં 4281 બોટલ કિંમત રૂ. 17 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ત્રણ શખ્સ હાજર મળી ના આવતા શોધખોળ હાથ ધરી છે. જ્યારે મોમાઈનગરમાં રહેતા શખ્સે બાવળની ઝાડીમાં રાખેલ 168 બોટલ સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી જુગારના ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે અન્વયે એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે ભગીરથસિંહ સરવૈયા, શીવભદ્રસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે લાવડીયા ગામમાં ખેતરમાં વેંચાણ માટે ઈંગ્લિશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોય જેથી લાવડીયાની સીમમાં આવેલ સુરેશ રમણીકલાલ ગંઢા નામના શખ્સના ખેતરમાં દરોડો કરી ઈંગ્લિશ દારૂની 2412 નંગ બોટલ તથા બે ફોન કુલ મળી રૂ. 9,69,300નો મુદામાલ કબ્જે કરી કિશાન ચોકમાં રહેતા સુરેશ ગંઢા, સાધના કોલોનીમાં રહેતા વિપુલ ભગવાનજી ગંઢા અને દિ. પ્લોટ 54માં રહેતા મહેશ ઉર્ફે મયો જેઠાલાલ મંગે નામના શખ્સને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્ર કતીયાર, સતીષ ઉર્ફે રાધે જેઠાલાલ મંગે અને વિમલ ઉર્ફે ડોડારો તુલશી પમનાણી નામના શખ્સના નામ ખુલતા શોધખોળ હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં જામનગરના લાવડીયા ગામની સીમમાં ગંગાજળા નજીક પડતર મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે ઉતારવામાં આવ્યો હોય તેવી બાતમી એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ અને યશપાલસિંહ જાડેજાને મળતા દરોડો કરી ઈંગ્લિશ દારૂની 1869 નંગ બોટલ કિમંત રૂ. 7,58,400નો મુદામાલ કબ્જે કરી પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્ર કતીયાર, સતીષ ઉર્ફે રાધે જેઠાલાલ મંગે અને વિમલ ઉર્ફે ડોડારો તુલશી પમનાણી નામના ત્રણેય શખ્સોનો હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ત્રણેય આરોપી હાજર ના મળી આવતાં શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, યશપાલસિંહ જાડેજા, દિલીપભાઈ તલાવડિયા, અશોકભાઈ સોલંકી, વનરાજભાઈ મકવાણા, શીવભદ્રસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદીએ કરી હતી. 

તેમજ જામનગર ગાંધીનગર નજીક મોમાઈનગરમાં શેરી નંબર 3માં રહેતા મયુરસિંહ ઉર્ફે જાકુબ ભરતસિંહ જેઠવા નામના શખ્સના કબજામાં ઈંગ્લિશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળતાં સીટી બી ડીવીઝન પોલીસે મયુરસિંહને પકડી પાડી પૂછપરછ કરતાં બાવળની ઝાડીમાં રાખેલ ઈંગ્લિશ દારૂની 168 નંગ બોટલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.