ઓટો રીક્ષા સહિત રૂ. 1.69 લાખનો મુદામાલ કબ્જે: અન્ય એક શખ્સની શોધખોળ 

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર શહેરમાંથી એસટી ડેપો રોડ પરથી એક શખ્સને ઈંગ્લીશ દારૂના 550 નંગ ચપટા સહીત રૂ. 1.69 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ દારૂ-જુગારના કેસો શોધી કાઢવા સુચના આપેલ હતી ત્યારે નાયબ પોલીસ અધીક્ષક વરૂણ વસાવા અને સીટી એ ડીવીઝન પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે એક શખ્સ સાત રસ્તા સર્કલ તરફથી એસટી ડેપો સાઈડ રિક્ષામાં દારૂ લઈને આવે છે. 

બાતમીના આધારે જીજે 10 ટીડબ્લ્યૂ 3958 નંબરના રીક્ષા ચાલક યોગેશ ઉર્ફે યોગલો સુરેશભાઈ પરમાર (રહે. ગુલાબનગર, રવિપાર્ક)ને રોકી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂના રૂ. 44,000ના 550 નંગ ચપટા મળી આવતા આરોપી શખ્સને ઝડપી લઈ રૂ. 1,25,000ની રીક્ષા સહિત રૂ. 1,69,000નો મુદામાલ કબ્જે કરી નવાગામ ઘેડમાં રહેતા વિવેક ચૌહાણનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, રવીન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ડોડીયા, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા અને વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.