જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના નારણપુર ગામેથી ઈંગ્લિશ દારૂની 84 નંગ બોટલ સાથે બે શખ્સને પંચ બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપેલ હોય જેના અનુસંધાને ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઈ એમ.આર. રાઠવા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે હરદેવસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે નારણપુર ગામ ન્યુ સોસાયટી સુનીલભાઈ હરવરાના મકાનની સામે ખુલ્લા પ્લોટમાંથી પ્રકાશ ઉર્ફે મેક્સ મુળજી શેખા અને સુનીલ હેમંત હરવરા નામના શખ્સને ઈંગ્લિશ દારૂની 84 નંગ બોટલ કિમંત રૂ. 33,600ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફના એમ.એલ. જાડેજા, નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ખીમાભાઈ જોગલ, સુમીતભાઈ શિયાર અને મયુરસિંહ જાડેજાએ કરી હતી.
0 Comments
Post a Comment