જામનગર મોર્નિંગ - દ્વારકા 

ભોગાત ગામેથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને ખંભાળિયા પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયે મિલ્કત સબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્વયે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.એમ. ઝાલાની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે જેઠાભાઈ પરમાર, યોગરાજસિંહ ઝાલા અને કાનાભાઈ લુણાને બાતમી મળી હતી કે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામેથી ગત તા. 14 ના અનવરભાઈ જુમાભાઈ રાનીયાની માલિકીનું મોટરસાયકલ જીજે 10 બીપી 1965 ચોરી કરેલ ગૌદળ સનાભાઇ લધા (રહે. જોગવડ. મુળ, સુરજકરાડી) નામના શખ્સને મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ ડી.એમ.ઝાલા તથા સ્ટાફના હેમતભાઇ  નંદાણીયા, ખીમાભાઇ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઇ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઇ લુણાએ કરી હતી.