જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર શ્રધ્ધા બ્રાસ પ્રોડક્ટ્સના માલિક મનસુખભાઈ પટેલ પાસેથી ઓમ એન્ટરપ્રાઈઝના માલિક સચિન વારાએ રૂ. 10 લાખથી વધુનો માલ ખરીદ કર્યો હોય અને બાકી રહેતાં રૂ. 5,25,716નો ચેક આપ્યો હોય. તે ચેક મનસુખભાઈએ બેંકમાં નાખતા અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. બાદમાં અદાલતમાં ફરિયાદ નોંધાવતાં સચિન વારાને કોર્ટમાં હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે.

ફરિયાદી તરફથી વકીલ હસમુખ મોલીયા, જય અગ્રાવત, વૈભવ પ્રાગડા અને ભાર્ગવ મોલીયા રોકાયા છે.