સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત 


જામનગર મોર્નિંગ - જામનગર
 

જામનગરમાં દરેડ ગામે આટીઆઈ સામેથી એક શખ્સને જામનગર એલસીબીએ સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરના પાર્કિંગમાંથી ચોરી કરનાર શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક વી.ડી. વસાવાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે દિલીપભાઈ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાએ બાતમીના આધારે મારવાડી વાસમાં રહેતો લખન હીરા મારવાડી નામના શખ્સને જીજે 11 બીડી 7821 નંબરની ચોરાઉ મોટરસાયકલ સાથે દરેડ ગામે આટીઆઈ સામેથી ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ મોટરસાયકલ ગીરસોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હીરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા અને ભારતીબેન ડાંગરે કરી હતી.