જામનગર મોર્નિંગ - દ્વારકા 


રાજ્યમાં ઉત્તરાયણના પવિત્ર પર્વના દિવસે અનેક શહેરોમાં ચાઈનીઝ દોરીને કારણે કરૂણાંતિકા સર્જાઈ છે. ઉત્સવ અને ઉમંગના તહેવાર ઉત્તરાયણમાં કાતિલ દોરીને પગલે રાજ્યના અનેક શહેરોમાં ઉત્તરાયણ લોહીયાળ બની છે. ત્યારે દ્વારકા જિલ્લાના ભાણવડમાં પણ યુવાનને દોરીના પગલે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રણજીતપરામાં રમેશ ભીખાભાઈ પિંડારિયા નામના યુવાનના ગળામાં દોરી ફસાઈ જતા  ગંભીર ઈજાઓ પહોંચતા ભાણવડ હોસ્પિટલમાં 108 દ્વારા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં ફરજ પર ડોક્ટર હાજર ન હોય અને યુવાનની હાલત ગંભીર હોય તેથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.