થોડા દિવસ અગાઉ પણ થયો હતો હોબાળો

જામનગર મોર્નિંગ - દ્વારકા


દ્વારકાના ખંભાળિયામાં સહારા ઈન્ડિયાએ રોષમાં આવેલા રોકાણકારોને શાંત પાડવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ગત 4 જાન્યુઆરીએ સલાયા ગામના લોકોએ સહારા ઈન્ડિયાની ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. કંપનીમાં રોકેલા રૂપિયા પરત ન મળતાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જેને પગલે સહારા ઈન્ડિયા કંપનીના મેનેજરો હરકતમાં આવ્યા છે.

આજે સહારાના મેનેજરોએ રોકાણકારોને પૈસા પરત આપવાનું આશ્વાસન આપ્યું છે. મેનેજરોનું કહેવું છે કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી ચૂકવણીમાં મોડું થઈ રહ્યું છે. તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે કંપની કોઈના પૈસા બાકી નહીં રાખે. તમામને રૂપિયાની ચૂકવણી કરી દેશે.

સહારા ઈન્ડિયામાં પૈસાનું રોકાણ કરેલા લોકોનો આક્રોશ ફરી સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સહારાની ઓફિસમાં રોકાણકારોએ હોબાળો મચાવ્યો હતો. સહારા ઈન્ડિયામાં ભરેલા પૈસા પરત ન મળતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકા નજીકના સલાયા ગામના 250 જેટલા લોકોએ સહારાની ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને સહારા પોસ્ટમાં ભરેલા પૈસા પરત મળે તેવી માગ કરી હતી. જોકે સહારા ઈન્ડિયાના એજન્ટ મારફત મેનેજરે રોકણકારોને હકારાત્મક જવાબ આપ્યો હતો. જેથી રોકાણકારો શાંત થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા અને મામલો થાળે પડ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી સહારા ઈન્ડિયામાં જેના નાણાં રોકાયેલા છે તે લોકો આકરા પાણીએ છે, મહાનગરો તેમજ નાના ટાઉનમાં ઘણા લોકએ આકરા પરિશ્રમ બાદ પોતીાના મહેનતા નાણા સહારા ઈન્ડિયામાં ઈન્વેસ્ટ કર્યા હતા, ત્યારે સહારાએ આ પ્રકારે નાણા ડૂબાડ઼તા હવે લોકો આકરાં પાણીએ છે અને વારંવાર આ રીતે હોબાળા કરીને પોતાના નાણા પરત લેવા માટે રજૂઆત કરી રહ્યા છે.