જામનગર મોર્નિંગ - જામનગર 

ખંભાળિયા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલફર્લો સ્કવોડે બાતમીના આધારે ગોરધનપરના પાટીયા પાસેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ નાયબ અધિક્ષક વરુણ વસાવાએ સૂચના કરેલ હોય કે નાસતા - ફરતા આરોપીઓને ઝડપી લેવા જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલફર્લો સ્કવોડના પીએસઆઈ એલ.જે. મિયાત્રા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હોય ત્યારે દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના પ્રોહી કલમના ગુનામાં નાસતો ફરતો આસીફ કાસમ કાટેલીયા (રહે. નાઘેડી) નામના શખ્સને ગોરધનપરના પાટીયા પાસેથી સ્ટાફના ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા અને કરણસિંહ જાડેજાએ બાતમીના આધારે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીએસઆઈ એલ.જે. મીયાત્રા, ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઈ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઈ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, અરવિંદગીરી ગોસાઈ તથા એલસીબીના નિર્મળસિંહ જાડેજા અને બળવંતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.