જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

જિલ્લા માહિતી કચેરી, ભાવનગર ખાતે ફરજ બજાવતા વાહનચાલક નરેન્દ્રસિંહ જે. રાઠોડને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું. રાઠોડની વય નિવૃતિ થતા ભાવનગર માહિતી વિભાગનાં અધિકારી-કર્મચારીઓ દ્વારા કાઠિયાવાડી પોઇંન્ટ, ભાવનગર ખાતે વિદાયમાન સમારોહ યોજવામાં આવ્યો હતો.

રાઠોડે માહિતી વિભાગની ટીમ સાથે તમામ વિતાવેલ પળોને યાદ કરીને તેમના કાર્યકાળ દરમિયાનનો સમય હસીખુશીથી પૂર્ણ થયો હતો એના સંસ્મરણો તાજા કર્યા હતાં. નાયબ માહિતી નિયામક  ચિંતન રાવલે રાઠોડને સ્વસ્થ અને પ્રવૃત્તિમય નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમની કર્તવ્યનિષ્ઠા માટે અનોખો ભાવ વ્યક્ત કરાયો હતો.

આ તકે આ તકે માહિતી મદદનિશ કુ.લોઇસ ક્રિશ્ચિયન, માહિતી મદદનિશ કૌશિક શીશાંગીયા, સુપરવાઇઝર આર.એલ.પરમાર, સીનીયર ક્લાર્ક જે.કે.બાંભણીયા, ઘનશ્યામભાઇ રાઠોડ, ફોટોગ્રાફર વિક્રમભાઇ મકવાણા, ભરતસિંહ ગોહિલ, શક્તિસિંહ પરમાર, હિતેન પરમાર, સુમિત રાઠોડ, વિશાલ સોલંકી, પી.ડી.ગૌસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.