જામનગર મોર્નિંગ - દ્વારકા 

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં ડેમના કાંઠા પાસેથી એક શખ્સને દેશીદારૂ બનાવવાના સાધનો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિએ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા સૂચન કરેલ હોય તેના અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય ત્યારે નારણભાઈ આંબલિયાએ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના ડેમના કાંઠા પાસેથી મોમૈયા માણસુર ભાચકન નામના શખ્સને દેશીદારૂ બનાવવાનો કાચો આથો 300 લીટર કિમંત રૂ. 600 સહિત રૂ. 3450ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીએસઆઈ એમ.આર. સવસેટા, રામશીભાઈ ચાવડા, વીંજાભાઈ ઓડેદરા, ધરણાંતભાઈ માડમ, રામભાઈ ચંદ્રાવાડીયા, નારણભાઈ આંબલિયા અને રવિરાજસિંહ જાડેજાએ કરી હતી.