'મંગળવારે ગૌરીદળમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે'

એન.એસ.એસ. શિબિરમાં જાઘાનો અદ્દભુત કાર્યક્રમ: ચમત્કારિક પ્રયોગોનું નિર્દેશન કરી શીખડાવી દેવામાં આવશે: જાથાના જયંત પૂડવા ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે: જાહેર જનતા, ગ્રામજનોને લાભ લેવા અનુરોધ: જાથાનો ૧૦૦૧૨ મો જાગૃતિ કાર્યક્રમ

જામનગર મોર્નિંગ - અમદાવાદ 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત રાજકોટ, સમસ્ત ગ્રામજનો, પંચાયત ગૌરીદળના સહયોગથી શ્રીમતિ કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના સ્પે. કેમ્પ ૨૦૨૩ ઉપક્રમે જનસમાજમાં જનજાગૃતિ માટે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતોનો અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી ૧૦ મી મંગળવારે રાત્રિના ૯ કલાકે જૂનો દરબાર ગઢ ગૌરીદળ મુકામે યોજવામાં આવેલ છે. જેમાં જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક સમજ આપશે.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં પ્રિન્સિપાલ ડૉ. આર. આર. કાલરીયા, પ્રોગ્રામ ઓફિસર ડૉ. યશવંત કે. ગોસ્વામી, ડૉ. આર. સી. પરમાર, ઈન્દ્રજીતસિંહ ઝાલા, સરપંચ બીનાબેન અજાણી, ઉપસરપંચ ભરતભાઈ સોરઠીયા, મંત્રી અનિલભાઈ ડાંગર, રમેશભાઈ અજાણી, સુનિલભાઈ પરમાર, આરતીબેન અજાણી, વિજયાબેન જાદવ, તમામ સદસ્યો, મનીષભાઈ અજાણી, જયંતિભાઈ કમાણી, ગૌતમભાઈ ગજેરા, રઘુભાઈ જાદવ, ખોડીદાસભાઈ હિરાણી, હર્ષદભાઈ પરમાર, શિબીરાર્થી પ્રિયાંશી સરવૈયા, દેવાંશી પારંખ, વિશ્વા મોઢાણીયા, જાનકી જાદવ, પ્રિયંકા મકવાણા, રીતુ બારાચ, આગેવાનો હાજરી આપવાના છે,

ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, હાથ-માથા ઉપર દીવા રાખવા, ધૂણવું-સવારીની ડીંડક લીલા, જીભની આરપાર ત્રિશુલ નાખવું, મનગમતી મીઠાઈ ખવડાવવી, કાનેથી ચિઠ્ઠી વાંચવી, અગ્નિનું આપોઆપ સળગવું, સંમોહન, ભુવાની સાંકળ મારવાની ધતિંગલીલા, હઝરતમાં જોવું, બેડી તુટવી, ધર્મશ્રદ્ધાની આડમાં હાથચાલાકીના પ્રયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવશે.

પ્રયોગ નિદર્શનમાં સુરતના સિધ્ધાર્થ દેગામી, અંકલેશ ગોહિલ, વિનુભાઈ ઉપાધ્યાય, ઘીરૂભાઈ ટોળીયા, રવિ પરબતાણી, વિપુલ ગોસ્વામી (થાન), પ્રકાશ મનસુખભાઈ, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ ભાગ લેવાના છે.

લોકજાગૃતિ કાર્યક્રમ નિહાળવા આવવાના છે તેમાં ગૌરીદળ, રતનપર, જાળીયા, બેડી, હડાળા, આણંદપર, વિજયનગર ગામના લોકો હાજરી આપવાના છે. સહયોગ નવદુર્ગા ગરબી મંડળ, શિવશક્તિ યુવા ગ્રુપ, બિલેશ્વર, પટેલ યંગ ગ્રુપ, અજાણી યુવા ગ્રુપ, રામા મંડળ, જય ગોપાલ, રામદેવ ભજન, બજરંગ, ચામુંડા યુવા ગ્રૂપના સદસ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રોફે. યશવંત ગોસ્વામીએ જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કર્યો છે.

વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.