જામનગર મોર્નિંગ - ખંભાળીયા તારીખ ૨૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પીએસઆઇ એન.ડી. કલોતરા તથા પોલીસ સ્ટાફ દ્વારા ખંભાળિયા મેઈન બજાર- દરબારગઢ, સતવારા ચોરા વિગેરે ભીડભાડ વાળા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ ફરી જાહેર રોડ ઉપર ફાયરિંગ સાઇલેન્સર તથા ઘોઘાંટીયા હોર્ન તથા એલઇડી પ્રોજેક્ટર ફીટ કરી બેફામ મો.સા. ચલાવતા ઇસમો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી mv act 207 મુજબ ચાર વાહનો ડીટેન તથા જાહેરમાં અડચણરૂપ રેકડીયો રાખી વેપાર કરતા ત્રણ ઇસમો વિરુદ્ધ ipc 283 મુજબ ગુના દાખલ કરવામાં આવેલ તેમજ અડચણરૂપ વાહન પાર્ક કરનાર ઇસમો તથા અન્ય ગુન્હા સબબ એમવી એક્ટ મુજબ એનસી કેસો કરવામાં આવેલ તેમજ જાહેર રોડ ઉપર રેસલિંગ તથા ફાયરિંગ સાઇલેન્સર ઉપયોગ કરતા ઇસમો વિરુદ્ધ હજુ પણ સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે
0 Comments
Post a Comment