જામનગર મોર્નિંગ - જામનગર 

તાજેતરનાં સમયમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ આયોજિત ૧૫-મી સમગ્ર ગુજરાત રાજ્યના આંતર વર્તુળ પાવર સ્ટેશન સંગીત સ્પર્ધા ૨૦૨૨-૨૩ નું ત્રિ-દિવસય આયોજન પશ્ચિમ ગુજરાત વીજ કંપની વર્તુળ કચેરી ભાવનગરના યજમાન પદેથી શ્રી શેત્રુંજય પર્વત તળેટી પાલીતાણાના ગૂણોદયપુરમ્ સ્થળે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તેમજ તેમને સંલગ્ન તમામ વીજ કંપનીઓ જેમાં, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લી (જી.એસ.ઈ.સી.એલ), ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન ઓર્ગેનાઈઝ (જેટકો), પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી (પી.જી.વી.સી.એલ), દક્ષિણ ગુજરાત વીજ કંપની લી (ડી.જી.વી.સી.એલ), ઉત્તર ગુજરાત વીજ કંપની લી (યુ.જી.વી.સી.એલ), મધ્ય ગુજરાત વીજ કંપની લી (એમ.જી.વી.સી.એલ) આ તમામ કંપનીઓના કર્મચારી કલાકારો દ્વારા બહોળી સંખ્યામાં આ સંગીત સ્પર્ધા માં સ્પર્ધક તરીકે જોડાયા હતા. 

આ તકે જેટકો જામનગર વર્તુળ કચેરી તેમજ પ્રવહન વિભાગ તાબા હેઠળના ૨૨૦ કે.વી. કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા અને જાણીતા લોક-સાહિત્ય તેમજ કર્મચારી કલાકાર સાગરદાન ભગવતસિંહ મહેડુ (ગઢવી)એ ઉમળકાભેર ભાગ લઈને સાથે જેટકો જામનગર વર્તુળ કચેરીની ટીમને પણ એસ.બી.મહેડુ(ગઢવી)એ નેતૃત્વ પુરું પાડ્યું હતું.