40 શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા 


જામનગર મોર્નિંગ - જામ ખંભાળિયા (રિપોર્ટર - કુંજન રાડિયા)

દેશના 74 માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની આર.એસ.પી.એલ. કંપની દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા ગુરુવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વિસ્તારની જુદી-જુદી 40 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવી હતી.
આર.એસ.પી.એલ. કંપનીની સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત કુરંગા તથા આસપાસના ગામોની 40 શાળાઓમાં 756 વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખાસ ટ્રોફી બનાવી અને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. જેથી આ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થયા હતા.
આ આયોજન દરમ્યાન દરેક ગામની શાળાના શિક્ષકોએ તથા સ્થાનિક આગેવાનોએ આર.એસ.પી.એલ.ના અધિકારીઓ - કર્મચારીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.