જામનગર મોર્નિંગ - દ્વારકા 

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઈના દોરીની ફિરકી 20 નંગ પોલીસે કબ્જે લઈ એક શખ્સને ઝડપી પાડ્યો છે.

ઉતરાયણનો તહેવાર નજીક હોવાથી દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં દોરી પતંગનું વેચાણ શરૂ થઇ ગયું છે. જેને લઇને દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈના દોરી વહેંચતા વેપારીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે, આમ છતાં પણ બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી વિવિધ વિસ્તારોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.  

ત્યારે ખંભાળિયા વિસ્તારમાં ગાયત્રીનગર વાણિયા વાડની બાજુમાં જાહેરમાં ચાઈનીઝ દોરાનું વેંચાણ કરતો ભગીરથસિંહ દિલીપસિંહ જાડેજા નામના શખ્સને 20 નંગ ફિરકી કિમંત રૂ. 4000 ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ ડી.એમ. ઝાલા, પીએસઆઈ વી.એમ. શીંગરખીયા તથા સ્ટાફના હેમંતભાઈ નંદાણીયા, દિવ્યરાજસિંહ જાડેજા, પબુભાઈ ગઢવી, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણાએ કરી હતી.