જામનગર મોર્નિંગ - જામનગર તા.૨૦ : જામનગર શહેરના કાલાવડ બાયપાસ પાસે આજે બપોરના સમયે એસટી બસ અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થતા ટેન્કર પલટી ગયું હતું. જેના કારણે રસ્તા પર કેમિકલની રેલમછેલ થઈ હતી. અકસ્માતના પગલે બાયપાસ પાસે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
જામનગર કાલાવડ બાયપાસ પાસે આજે બપોરના સમયે એસટી બસ અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ટ્કકર થતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કરમાં કેમિકલ ભરેલું હોય રસ્તા પર કેમિકલની રેલમછેલ થઈ હતી. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવમાં એસટી બસના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘટના સ્થળ પર પોલીસે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
0 Comments
Post a Comment