જામનગર મોર્નિંગ - જામનગર

ગુજરાતમાં જાણીતી બનેલી સોરઠ મસાલા ગૃહ ઉદ્યોગ નામની પેઢીના બે ચેક પરત ફરતા ફરિયાદીએ કંપની સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ રજૂ કરી ફરિયાદ નોંધાવતાં કોર્ટે આરોપી દિપકકુમાર ધીરજલાલ લાખાણીને કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે. નવાગામ - રાજકોટ સ્થિત મંગલદીપ નામથી ચાલતી અને ગરમ મસાલા વેંચાણ કરતી પેઢી તેમના માલિક જયકુમાર ગીરીશચંદ્ર મશરૂ સોરઠ મસાલા ગૃહ ઉદ્યોગ જામનગરની કંપનીના ઓલ ગુજરાતના 10 વર્ષના કરાર સાથેના સુપર ટોકીઝ છે. ફરિયાદીની પેઢીએ ગુજરાતમાંથી અલગ અલગ ડિસ્ટ્રિબ્યુટર પાસેથી બજારમાંથી પરત આવેલા એક્સપાયરી ડેટ અને ક્વોલીટી કેપ્લેનટ વાળા ચાર લાખના મસાલા કંપનીમાં પરત કર્યા હતા તે માલના પેમેન્ટ માટે કંપનીએ ફરિયાદીને ચેક આપ્યા હતા. કંપનીએ એક દોઢ લાખ અને બીજો અઢી લાખનો ચેક આપેલ હોય તે ચેક ફરિયાદીએ તેમની બેંક શાખામાં રજૂ કરતાં તે બંને ચેક ક્લિયરિંગ સ્ટોપ પેમેન્ટના  શેરા સાથે પરત ફર્યા હતા, ચેક રીટર્નથી ફરિયાદીએ કંપનીને નોટિસ ફટકારી હતી પરંતુ મસાલા કંપનીએ દરકાર કરી ન હતી. માટે આ કામના આરોપી સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ બે અલગ અલગ કેસ પુરાવા સાથે રજૂ કરી ફરિયાદ નોંધાવતાં કોર્ટે કંપનીના સંચાલકને હાજર થવા હુકમ કર્યો છે, ફરિયાદી તરફથી વકીલ દિનેશ આર. વારોતરિયા રોકાયા છે.