જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર લાલપુર બાયપાસ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે બે શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં બનતા ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી કાર્યવાહી કરવા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપેલ હોય જેના અનુસંધાને ડીવાયએસપી વરૂણ વસાવા તેમજ સીટી એ ડિવિઝન પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે મહેન્દ્રભાઈ પરમાર અને શૈલેષભાઈ ગઢવીને બાતમી મળી હતી કે લાલપુર બાયપાસ ચોકડી તરફથી જામનગર તરફ જીજે 10 સીએફ  9437 નંબરની ચોરાઉ મોટરસાયકલ લઈને નીકળતા મુના બીગન પાસવાન (રહે. દરેડ, મુળ, બિહાર) અને રવજી ઉર્ફે રવલો દેવા વીજાણી (રહે. દરેડ) નામના બંને શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ગઢવી, રાજેન્દ્રસિંહ ડોડીયા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા અને મહેન્દ્રભાઈ પરમારે કરી હતી.