માર મારી પાસે રહેલ રૂપિયાની લૂંટ ચલાવી 

જામનગર મોર્નિંગ - દ્વારકા 


દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામે ડીજે વગાડવાનું બંધ કરવાનું કહી બે શખ્સોએ માર મારી લૂંટ ચલાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. 

મળતી વિગત મુજબ મીઠાપુરના ભીમરાણા ગામે ક્રિષ્નાનગર સોસાયટીમાં દિલુભાઈ બાબુભાઈ વાઘેલાનો દીકરો ડીજે વગાડી પતંગ ઉડાવતો હોય ત્યારે ભીમરાણાનો બબાભાઈ નરભેરામભાઈ મારાજ નામનો શખ્સ મોટરસાયકલ લઈને આવી ડીજે બંધ કર હું કવ તેમ કરવાનું અને ગાળો કાઢી ત્યાંથી જતો રહ્યો હતો બાદમાં સુરજકરાડીના રાકેશ ધાનાભાઈ રોશીયા નામના શખ્સ સાથે ફોર વ્હીલમાં આવી બંને શખ્સોએ દિલુભાઈને માર મારી ખિસ્સામાં રહેલ રૂપિયા અને આધારકાર્ડની લૂંટ ચલાવી અને પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 394, 323, 504,506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી પીએસઆઈ એમ.ડી. મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.