જામનગરમાં પત્ની-પુત્રીની હત્યા કરનાર પતિ ઝડપાયો 

પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાનું પતિનું રટણ: બપોરના સમયે છરીના ઘા મારી લાશ ફેંકી રાજકોટ નાસી ગયો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં લાલપુર બાયપાસ પાસે આવેલ હાઈવે ટેન પાસે બાવળની જાળીમાં પત્ની-પુત્રીની હત્યા નિપજાવી લાશ નાખી દઈ નાસી જનાર પતિ ઝડપાઈ જતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગરમાં લાલપુર બાયપાસ થી ઠેબા ચોકડી તરફ જતા રસ્તામાં હાઈવે ટેન નામની હોટલ નજીક બાવળની જાળીમાં મુસ્લિમ યુવતી શબાનાબેન અને માસુમ બાળકી રૂબીનાની લાશ મળી આવતા પંચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એ. મોરી અને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એસ. વાળા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

લોહીલુહાણ હાલતમાં ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા કરી હત્યા નિપજાવી હોય તેવું જાણવા મળતા બંનેની ઓળખ મેળવી તે દિશામાં તપાસ હાથ ધરી શંકાસ્પદોની પૂછપરછ હાથ ધરતા માલુમ પડ્યું હતું કે પત્ની-પુત્રીની હત્યા નિપજાવી પતિ નાસી ગયો છે, બાદ સીટી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી આરોપી પતિ તારીક નામના શખ્સને રાજકોટ હોસ્પિટલ ચોકમાંથી ઝડપી પાડયો હતો અને સીટી એ ડીવીઝન પોલીસે લાવી પૂછપરછ હાથ ધરતાં પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાના કારણે પત્ની તથા માસુમ બાળકીને બપોરના ટાઈમે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી લાશ ત્યાં જાળીમાં ફેંકી રાજકોટ નાસી ગયો હતો. પોલીસે ડબલ મર્ડરનો કેસ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.