જામનગર મોર્નિંગ - જામ ખંભાળિયા (કુંજન રાડિયા) 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ (આસન) સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેમા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તાજેતરમાં ખંભાળિયાની અગત્સ્ય સ્કૂલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અનિલભાઈ ત્રીવેદી (ઝોન કોર્ડીનેટર - જી.વાય.એસ.બી.), ગૌરાંગ વ્યાસ (યોગ નિષ્ણાંત), વિજયભાઈ શેઠ (કચ્છ જિલ્લા કોર્ડીનેટર), ધનાભા જડીયા (દેવભૂમિ દ્વારકા જિલ્લા કોર્ડીનેટર), લાખાભાઈ કરમુર તેમજ અતિથિ વિશેષ તરીકે નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન લખનભાઈ વારોતરીયા તેમજ મહિલા પતંજલી યોગ સમીતી ખંભાળિયાના પ્રભારી દિપ્તીબેન પાબારી અને રીટાબેન પોપટ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.