જામનગર મોર્નિંગ - જામનગર 

લલોઈ ગામથી જાન પરત ફરતી વેળાએ કરિયાવર ભરેલ બોલેરો વાન ઝાડ સાથે અથડાતા આઠ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગત મુજબ લલોઈથી જાન લઈ રાવલના અડવાણાથી લગ્ન પ્રસંગેથી કરિયાવર સાથે જાન લઈ પરત ફરતી વેળાએ ઝાડ સાથે બોલેરો અથડાતાં આઠ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતાં સારવાર દરમ્યાન જી.જી. હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. સાયર સાડમિયા(રહે. મોટા થાવરીયા), અનિલ સાડમિયા (રહે. બેરાજા) કિશન સાડમિયા (રહે. બેરાજા) તથા અન્ય પાંચ લોકોને ગલાના પાટીયા પાસે ઝાડ સાથે અથડાતા જોરદાર ઠોકર લાગતા બનાવ બન્યો હતો.