જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષપરા-2માં ભાણુભાની દુકાન પાસે રહેતા દિનેશભાઇ રમેશભાઈ રાંદલપરાના ધર્મપત્ની શીતલબેન તથા તેમનો સાત વર્ષનો પુત્ર હિરેન ગત તા. 11 જાન્યુઆરીના રોજ ઘરેથી સવારના દશેક વાગ્યા આસપાસ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હોવાથી પતિ દિનેશભાઈએ સીટી સી ડીવીઝનમાં ફરિયાદ અરજી કરવામાં આવી છે. માસુમ સંતાન સાથે લાપતા બનતાં પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે, પોલીસ દ્વારા પત્ની તથા સંતાનોની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.