ચપટા સાથે શખ્સ ઝડપાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં આવેલ સાધનાકોલોનીમાંથી એક શખ્સને દારૂની 11 નંગ બોટલ સાથે ઝડપી લઈ મહાપ્રભુજી બેઠક વાળા રોડ પરથી એક શખ્સને ચપટા સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલ સાધના કોલોનીમાં પહેલા ગેઇટ પર રહેતો મુળ નાગેશ્વર કોલોની મહાકાળી મંદિરની બાજુમાં રહેતો શખ્સ મિલન લલિતભાઈ સોલંકી નામનો શખ્સ રૂમ પર રાખી ઈંગ્લીશ દારૂનું વેંચાણ કરતો હોવાની બાતમી વિરેન્દ્રસિંહ જાડેજા અને વિક્રમસિંહ જાડેજાને મળતા દરોડો કરી ઈંગ્લીશ દારૂની 11 નંગ બોટલ કિમંત રૂ. 5500 સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, રવીન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ડોડીયા, ખોડુભા જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, વિતેન્દ્રસિંહ જાડેજા અને વિજયભાઈ કાનાણી દ્વારા કરવામાં આવી હતી. 

જયારે મહાપ્રભુજીની બેઠકથી ઠેબા ચોકડી વાળા રોડ પર રાધીકા સ્કૂલ પાસેથી અજય દેવશીભાઈ કોળી નામના શખ્સને ઈંગ્લીશ દારૂના એક ચપટા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.