ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં યોજાયેલા કેમ્પમાં મોટી હવેલીના પ.પૂ.ગો.108 શ્રી વલ્લભરાયજી મહોદયે પધરામણી કરી પાઠવ્યાં આશિર્વાદ: રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં પત્રકાર પૂત્ર ગુંજન ગિરીશભાઇ ગણાત્રાની પૂણ્ય સ્મૃતિમાં બીજો માનવ સેવા યજ્ઞ તાજેતરમાં ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનીયમના નેજા હેઠળ યોજાયો હતો. આ વેળાએ મોટી હવેલીના પ.પૂ. ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહોદયે પાવક પધરામણી કરી આશિર્વાદ પાઠવ્યા હતા જયારે રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, મનપાની સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષભાઇ કટારીયા, ગોવા શીપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઇ હિંડોચા, અગ્રણી ઉદ્યોગપતી અને જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ, કોર્પોરેટરો શ્રીમતી પ્રભાબેન કટારીયા, પરાગભાઇ પટેલ સહિતના અગ્રણીઓ-કાર્યકરો ઉપસ્થિત રહી રકત્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
જામનગરની જી. જી.જી. હોસ્પિટલની બ્લડ બેંક તેમજ એન.સી.ડી. વિભાગના સહકારથી અને ગણાત્રા પરિવારના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 107 નાગરિકોએ પોતાના બ્લડ પ્રેશર તેમજ સુગર ચેક કરાવ્યા હતાં. જયારે 57 વ્યકિતઓ રકતદાન કરી માનવ સેવાના કાર્યમાં જોડાયા હતાં. આ તમામને રૂા. એક લાખના અકસ્માત વિમા પોલીસી આપવામાં આવશે.
આ કેમ્પને સફળ બનાવવા ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનીયમના પ્રમુખ રમેશભાઇ ગઢવી, ઉપપ્રમુખ ગિરીશભાઇ ગણાત્રા, માનદ્ મંત્રી પ્રણવસિંહ જાડેજા, હર્ષભાઇ પારેખ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
0 Comments
Post a Comment