જામનગર મોર્નિંગ - ભાવનગર (જુણેજા ઈલાયત)
ગત તારીખ 20 ફેબ્રુઆરી 2023 ના રોજ સાંજે 4-00 કલાકે "બુથ સશક્તિકરણ અભિયાન 2023" અંતર્ગત આ અભિયાનના ભાવનગર મહાનગરના ઇન્ચાર્જ ડો. ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં તેમજ ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. રાજીવભાઇ પંડ્યાની અધ્યક્ષતામાં ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે એક અગત્યની બેઠક યોજાઇ હતી, જેમાં. ભાવનગર શહેર ભાજપ મહામંત્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા, અરુણભાઈ પટેલ, મેયર કિર્તીબેન દાણીધારીયા, પ્રદેશ કારોબારીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો, વિવિધ વોર્ડના પ્રમુખ/મહામંત્રીઓ નગરસેવકો, શિક્ષણ સમિતિના સભ્યઓ, વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો સહિતના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
0 Comments
Post a Comment