કાલાવડમાંથી એક બોટલ સાથે શખ્સ ઝડપાયો: મહિલા સામે દેશીદારૂ અંગે કાર્યવાહી 

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર શહેરમાંથી એક શખ્સને ઈંગ્લીશ દારૂની 41 નંગ બોટલ સાથે ઝડપી લઈ રીક્ષા, મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરી એક શખ્સની શોધખોળ હાથ ધરી હતી, જયારે કાલાવડમાંથી એક શખ્સને રહેણાંક મકાનમાંથી એક બોટલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ખુલ્લા ફાટક પાસેથી દેશીદારૂનો ધંધો કરતી મહિલા સામે કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં મયુરનગર પાસે આવેલ પ્રજાપતીની વાડી ગરબી ચોક પાસેથી સીટી સી ડીવીઝન પોલીસે શનિવારે સાંજે બાતમીના આધારે દોલુભા ગુલાબસિંહ જાડેજા નામના શખ્સને જીજે 10 સીઝેડ 1058 નંબરની રીક્ષા કિમંત રૂ. 30,000 સાથે ઈંગ્લીશ દારૂની 41 નંગ બોટલ કિમંત રૂ. 20.500 તથા એક મોબાઈલ કિમંત રૂ. 2000 કુલ મળી રૂ. 52,500નો મુદામાલ કબ્જે કરી આઠ માળીયા આવાસમાં રહેતો સાગર માણેક નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે. 

જયારે કાલાવડમાં હેલીપેડ સોસાયટીમાં રહેતા તુલસી બચુભાઈ રાઠોડ નામના શખ્સને રહેણાંક મકાનેથી કાલાવડ પોલીસે ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

તેમજ સીટી સી ડીવીઝન પોલીસે શનિવારે બપોરે ખુલ્લા ફાટક પાસે બાવરીવાસમાં આશાબેન બંસીભાઈ ડાભીના રહેણાંક ઝૂંપડામાં દરોડો કરી દેશીદારૂ 12 લીટર અને કાચો આથો 75 લીટર અને ભઠ્ઠીનો મુદામાલ કબ્જે કરી આરોપી મહિલા હાજર મળી ન આવતા શોધખોળ હાથ ધરી હતી.