જામનગર મોર્નિંગ - ભરૂચ 

ભરૂચમાં 24 દિવસ બાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે વધુ એક હવાલકાંડ ઝડપી પાડ્યું છે. જેમાં દુબઈથી ભાઈએ દક્ષિણ આફ્રિકાના યુવાન મારફતે અંકલેશ્વરની આંગડિયા પેઢીમાં પડાવેલા હવાલાના રૂ.50.50 લાખ રોકડા કારમાં લઈને જતા શેરપુરના શખ્સને પાંચબત્તીથી ઉઠાવી લેવાયો છે.

ભરૂચ જિલ્લામાં ભૂતકાળમાં અનેક વખત હવાલાકાંડનું ભૂત ધુણતું રહ્યું છે. જેથી જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા આર્થિક અપરાધો તેમજ ગતિવિધિઓ પર નજર રાખવા SOGને સૂચન કરાયું હતું. જેને ધ્યાને રાખી ઓપરેશન ગ્રુપના PI એ.એ.ચૌધરી અને PSI એ.વી.શિયાળીયા સ્ટાફને એલર્ટ કરી આવી ગતિવિધિઓ ઉપર નજર રાખતા હતા.

સાઉથ આફ્રીકામાં રહેતા રીઝવાન નામના વ્યક્તિ મારફતે આ હવાલો અંકલેશ્વરના વિષ્ણુ કાંતી આંગડીયા મારફતે મોકલાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ભરૂચ SOG પોલીસે રોકડા રૂપિયા 50.50 લાખ મળી કુલ રૂ. 55 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ SOG પોલીસને બાતમી મળી હતી કે, શેરપુરા નજીક શાહીન એવન્યુંમાં રહેતો ઈસમ મહમદ શકીલ હાફીજ સીરાજ પટેલ કારમાં ગેરકાયદેસર હવાલાના રૂપિયા લઈ ભરૂચ શહેરમાંથી પસાર થનાર છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવતા પાંચબતી સર્કલ નજીક કાર આવતા તેને રોકી ચેક કરી હતી. 


જેમાંથી પોલીસને રોકડા રૂપિયા 50.50 લાખ મળી કુલ રૂ. 55 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે પોલીસને સંતોષકારક જવાબ ન મળતા મહમદ શકીલ હાફીજ સીરાજ પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની વધુ પુછપરછ દરમ્યાન આ નાણા આરોપીનો ભાઇ સફીક જે દુબઇમાં રહે છે. 

તેઓએ સાઉથ આફ્રીકામાં રહેતા રીઝવાન નામના વ્યક્તિ મારફતે આ હવાલો અંકલેશ્વરના વિષ્ણુ કાંતી આંગડીયા મારફતે મોકલાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ અગાઉ પણ આ પ્રકારે હવાલો મોકલાવ્યો હોવાનું બહાર આવવા સાથે, આ નાણા કોને કોને પહોંચાડવાના હતા, તેમજ અગાઉ તેના દ્વારા આ રીતે કેટલી વાર હવાલાના રૂપિયા બહારથી મંગાવવામાં આવ્યા છે, તે દિશામાં પણ SOG પોલીસે તપાસ હાથ ધરી છે.